Saturday, January 18, 2020

નવદુર્ગા મંડળ અને શિક્ષણ સહાય યોજનાના પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન - 2020

પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન

પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવાર ના સભ્યો ,

વિક્રમ સંવત 2076 અને ઈ  . સ  . 2020 નું નવું વર્ષ આપ સૌને લાભપ્રદ, આરોગ્યમય અને ધનધાન્ય થી ભર્યું બને તેવી 'માં દુર્ગા ને ' પ્રાર્થના  .

તા  .09-02-2020 ના મહા સુદ 15ને રવિવારે માં દુર્ગા નો 48મો પાટોત્સવ કનીજ ખાતે ઉજવવામાં આવશે  . નવચંડી યજ્ઞ નો આરંભ સવારે 09-30 થી થશે  . શ્રીફળ સાંજે 5-00 વાગે હોમાશે  . આ મંગળ દિવસે આપ સૌને આવકારતાં હું તથા સૌ મંડળ ના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ  . 

પૌલત્સ્ય પરિવારજનોએ આર્થિક સંકડામણ ક્યારેય અનુભવવા દીધી નથી  . મંદિર ખાતેની એફ  . ડી  . ની રકમ માં કોઈ કાપ મુક્યો નથી  . તમારા બધાનો સહકાર અને માં દુર્ગા ના આશિષ થી આરંભેલું બધું જ કામ પૂર્ણ થાય છે  . 

"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના"નું કામકાજ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે  . ચોપડાનું વિતરણ તથા રુ  . બે લાખ પચાસ હાજર સુધીના વાર્ષિક આવક ધરાવતાં કુટુંબોને આર્થિક સહાય પણ દર વર્ષે આપવામાં આવે છે  . આ પ્રવૃત્તિ નો વ્યાપ વધતો જાય છે  . તેથી આર્થિક મદદ કરતા રહેશો તેવી અમારી ઈચ્છા છે  . શિક્ષણ માટે દાન શ્રેષ્ઠ દાન  છે  . ચોપડા બનાવવાના ખર્ચમાં વધારો થતો જાય છે  . 

  "પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના"  પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે  . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય ચાલે છે  . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણે ના ચોપડાના વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે  . આજ સુધી ક્યાંયથી ફરિયાદ મળી નથી  . સૌ હોદ્દેદારો, કારોબારી સભ્યો, ટ્રસ્ટીમંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકાર થી કામ કરે છે  . 

આપણા પૌલત્સ્ય, પરિવારજનો તથા પરદેશથી દર વર્ષે રકમ ભેટ રૂપે મળે છે  . અમારી નમ્ર વિનંતી છે કે જે પરિવારજનો એ મંડળ તરફથી સહાય મેળવી છે અથવા નોટબુક પ્રાપ્ત કરી છે અને ભણી ગણી તૈયાર થઇ નોકરી / ધંધો કરતા થઇ ગયા છે  . તેઓ આ મંડળ ના સભ્ય બને અને રોકડ આર્થિક સંહ કરે  . 

2020 માં વિદ્યાર્થીઓને રોકડ આર્થિક સહાય તેમજ ચોપડા મળશે  . મંડળ ફક્ત ચોપડા બનાવી વિતરણ કરે છે  . ચોપડા વિતરણ કેન્દ્રો પરથી જૂનના પ્રથમ અઠવાડિયામાં ધોરણ - 1 થી 4 સુધી 20 નંગ અને ધોરણ 5 પછી 30 નંગ ચોપડા મળશે  . 

પરિવારજનોની દરેક કમાનાર વ્યક્તિ આવકમાંથી ફક્ત રુ  501.00 કે તેનાથી વધારે રકમ શિક્ષણ માં આપે તેવું મંડળ ઈચ્છે છે  . દાન આપનાર શિક્ષણનો આવજીવન સભ્ય બની જાય છે અને 80(જી) 5 મુજબ દાન કરમુક્ત પણ છે  .

શિક્ષણ સહાયની કાયમી જનરલ સભા હવે પછીના તમામ વર્ષોમાં ડિસેમ્બરના ચોથા રવિવારે નવદુર્ગા મંદિરે મળશે  . પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના દરેક આજીવન સભ્યોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે  . આ દિવસે નવદુર્ગા મંડળની કારોબારી સભા પણ મળશે  . સમય 10-00 થી 12-30 કલાકે  . ચાલુ વર્ષે મિટિંગ 27-12-2020 રવિવાર ના રોજ મળશે  . હવે પછી આ બાબતનો પત્ર મળશે નહિ  .

આ મિટિંગમાં શિક્ષણના આજીવન સભ્યો કે દાતા જેમણે હાજર રહેવાનું હોય તેમણે 15 ડિસે। સુધીમાં પત્ર કે ફોનથી જાણ કરવી જરૂરી છે  . પરિવાર સહ પણ જાણ કરી હાજર રહી શકાય છે  .

જે પરિવારજનોએ પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના અને નવદુર્ગા મંડળના સભ્ય/દાતા બની સહકાર આપ્યો છે તે સૌના અમો સૌ આભારી છીએ  .

શ્રી જયેન્દ્રભાઈ બી  . વ્યાસ (પ્રમુખ)
કાર્યાલય, અમદાવાદ

શ્રી વિજયભાઈ કે  . વ્યાસ  (મંત્રી) - વડોદરા
શ્રી દેવાંગ આઈ  . વ્યાસ (મંત્રી) - અમદાવાદ
શ્રી વિનયભાઈ એલ  . વ્યાસ (મંત્રી) શિક્ષણ - વડોદરા 
------------------------------------------------------------------------------------------------------------------------------
શ્રી સનતભાઇ બી  . વ્યાસ (બંને મંડળનું કાર્યાલય સ્થળ , વડોદરા વિભાગ ) 


નવદુર્ગા માં ની પ્રતિમા 

નવદુર્ગા મંડળ દ્વારા પૂ  . નવદુર્ગા માતાજી ની પિત્તળની મૂર્તિ જેનું વજન 2 કિલો 110 ગ્રામ છે  . હવે 10 મૂર્તિ મહા સુદ 15 મળશે  . જેને જરૂર હોય તેમણે અંક મળતાં જ નામ પ્રમુખશ્રીને (+79 25469001, +91 94277 01553) અથવા મંત્રી શ્રી દેવાંગ ભાઈ વ્યાસને (+91 94281 05056) નોંધાવી દેવું  . મૂર્તિની કિંમત રૂપિયા 3,000/- છે  .
48 મો વાર્ષિકોત્સવ આમંત્રણ પત્રિકા 


સને 2020 માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો 


પ્રવર્તમાન કારોબારી મંડળ 01/04/2018 થી 31/03/2021 સુધી 
'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના - 2020 'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના' કારોબારી મંડળ 01-04-2018 થી 31-03-2021 સુધી


ચિર વિદાય 2018-19
રેલવે નું ટાઈમ ટેબલ - 2020