પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના

શ્રી ગજેન્દ્ર મંગળભાઈ અને અ.સો. જશુમતી વ્યાસ પૌલાત્સ્ય શિક્ષણ સયાહ યોજના 

મને યાદ છે ઈ.સ. ૧૯૯૦ ની સાલ,અન્નકૂટનો એ દિવસ હું (જયેન્દ્રભાઈ વ્યાસ), સ્વ. જશવંતરાય વ્યાસ , સ્વ. બાલકૃષ્ણ વ્યાસ અને સ્વ. પ્રાણશંકર વ્યાસ અન્નકૂટ નો પ્રસાદ લઇ વાતો કરવા બેઠા. અને શિક્ષણ બાબતે વિચારણા શરુ થઇ. એમણે કહ્યું કે હવે સમય પાકી ગયો છે, કોઈ પણ હિસાબે શિક્ષણ માટેની જાગૃતિ જરૂરી છે. નવદુર્ગા મંડળની બંધારણ કલમ ૪ તરફ ડગ માંડવા જરૂરી છે. શિક્ષણ સહાય યોજના શરુ કરવી. આવા દ્રઢ વિચાર સાથે અમો સૌ છૂટા પડ્યા. ત્યાર બાદ એક દિવસ સ્વ. બાલકૃષ્ણ વ્યાસ સવારે મારે ત્યાં આવી પહોંચ્યા, સાથે બાલાશંકર પંડ્યા, રમણભાઈ વ્યાસ. અમો બધા તે સમયના પ્રમુખશ્રી મધુસુદનભાઈ વ્યાસના ત્યાં ગયા, વિચાર જણાવ્યો અને પ્રથમ મીટીંગ ક્યાં કરવી? આપણી જ્ઞાતિના પાલડી રહેતા ભોગીકાકા ને ત્યાં મીટીંગ કરવી, ભોગી કાકાને ફોન કર્યો. ખુબજ ઉદારતાથી કહ્યું "મારા પૌલાત્સ્ય ભાઈઓ જો મારે ત્યાં પધારે તો જમવાનું મારે ત્યાં, અને મને આવો લાહવો ક્યારે મળે?" અમોએ તુરંતજ આપણી જ્ઞાતિના મહાનુભાવો અર્જુન નારાયણ વ્યાસ તથા પ્રોફ. વાસુદેવ વ્યાસ  અને અન્ય વ્યક્તિઓને ફોન કર્યો. 

સૌપ્રથમ મીટીંગ તા. ૧૭-૦૩-૧૯૯૧ ના રોજ પૂજ્ય ભોગીકાકાને ત્યાં થયી. વાતચીત દરમ્યાન રૂ. ૬૫,૦૦૦/- જેવું દાન તેજ દિવસે મળી ગયું અને કામ આગળ ધપાવાની હિમત આવી ગયી. 

ત્યારબાદ હું, સ્વ. બાલકૃષ્ણ ભાઈ, રમણભાઈ, બાલાશંકર પંડ્યા સુરત અને મુંબઈની મુલાકાતે ગયા. ત્રણ દિવસમાં તો રૂ.૪૫,૦૦૦/- રકમ મળી ગયી. ત્યાર બાદ પાછા ફરતા ખેડા ગયા. ડો. જીવણલાલ વ્યાસે રૂ. ૫,૦૦૦/- તથા રૂ. ૧૧,૦૦૦/- આપ્યા. મને થોડી હિંમત આવી ગયી. ત્યાર પછી હું એકલો માતર, ધોળકા, દેવ બારિયા સુધી ફર્યો. માતર થી એક કલાકમાં રૂ. ૭,૦૦૦/- મળી ગયા. ત્યાર પછી ધોળકા અને દેવ બારિયા થી પણ રકમ મોકલી આપવા માટે ત્યાના કાર્યકરોએ મને જણાવ્યું. તેમના દ્વારા પણ સહાય મળી. હાલોલમાં હું જયંતીલાલ. વ્યાસ ને ત્યાં ગયો. હાલોલ થી પણ મને રૂ. ૫,૦૦૦/- જેવી રકમ મળી ગયી. આ સમય દરમ્યાન શ્રી ગજેન્દ્રભાઈ વ્યાસને પણ પત્રો લખ્યા હતા. તેમણે પણ રૂ. ૫૨,૦૦૦/- જેવી રકમ લંડન ખાતે ફિક્સ કરી હતી તેમ જણાવ્યું. 

૧૯૯૧ ના આસો માસમાં સામાન્ય બંધારણ તૈયાર કરી લોકો સમક્ષ મુક્યું જેમાં રૂ. ૫૧,૦૦૦/- દાતા બનશે તેમ હતું. એક વર્ષ રાહ જોઈ , છેવટે રૂ. ૧,૦૦,૦૦૦/- શ્રી ગજેન્દ્રભાઈએ જાહેર કર્યા અને યોજના નું નામકરણ "શ્રી ગજેન્દ્ર મંગળભાઈ અને અ.સો. જશુમતી વ્યાસ પૌલાત્સ્ય શિક્ષણ સયાહ યોજના" થયું. આ રકમ શ્રી ગજેન્દ્રભાઈએ ૧૮% ના વ્યાજે એન.આર. આઈ . માં મૂકી હતી. જેનું વ્યાજ અમદાવાદ ખાતે દર ૬ મહીને ખાતામાં જમા થતું. એ આ યોજનાની ઉદઘાટન વિધિ શ્રી ગજેન્દ્રભાઈ ના મોટાભાઈ ઘોઘંબા નિવાસી શ્રી પધ્યુંમનભાઈ વ્યાસના હસ્તે ૧૯૯૩ માં થયું. 

આપણું સુંદર બંધારણ બી. હ. પાઠક, (ચેરીટી કમિશ્નર) સાહેબે તૈયાર કરી દીધું. જેને ૨૭-૦૪-૧૯૯૨ ના રોજ ચેરીટી કમિશ્નર અમદાવાદે માન્યતા આપી બંધારણ અમલમાં આપ્યું. ૧૯૯૩ થી આપણે રોકડ આર્થિક સહાય આપવાની શરૂઆત કરી, વ્યાજની રકમ ઓછી હતી. પરંતુ કામ અટકતું નથી. તે સમયના પ્રમુખ ઇન્દુભાઇએ રૂ.૧૫૦૦/- આપી દીધા. વહેંચણીનું કામ પૂર્ણ થયું. 

લંડનમાં ગજેન્દ્રભાઈ વ્યાસ મહત્વના કામ કરી રહ્યા હતા. આ રકમ એકઠી કરી વડોદરા ખાતે ફિક્સ કરતા રહ્યા. વ્યાજ અમને મળ્યા કરતુ હતું અને મંડળનું બંધારણ માન્ય થઇ ગયું. તેથી ગજેન્દ્રભાઈ સાથે વાતચીત કરી તેમણે બધીજ રકમ રૂ. ૪,૨૨,૮૯૧/- તા. ૨૨-૦૩-૨૦૦૧ ના રોજ અમદાવાદ ખાતે જમા કરાવી દીધી. 

૧૯૯૬ થી આપણે રૂ.૫૦/- ડઝનના ભાવથી નોટબુકો તથા ફૂલસ્કેપ ચોપડા આપવાનું શરુ કર્યું. દરેક વિદ્યાર્થીને એક ડઝન લેખે આપવાનું શરુ કર્યું. આમ રોકડ આર્થિક સહાય અને નોટબુકોનું વિતરણ આજ સુધી અવિરત ચાલુ છે. રૂ.૭૫,૦૦૦/- સુધીની આવક વાળા વાલીના બાળકોને રોકડ આર્થિક સહાય રૂ. ૩૦૦/- થી રૂ.૧૦૦૦/- સુધી મળે છે. નોટબુકો માટે કોઈ આર્થિક મર્યાદા નથી. દરેક પૌલાત્સ્ય લાભ લઇ શકે છે. 

મારી ઈચ્છા આ યોજના શરુ કરતા રૂ.૫,૦૦,૦૦૦/- ભેગા કરવાની હતી. પરંતુ રૂ.૭,૦૦,૦૦૦/- થઇ ગયા. મારી ઈચ્છા રૂ.૮,૦૦,૦૦૦/- ની થઇ તો રૂ.૧૦,૦૦,૦૦૦/- ભેગા થઇ ગયા. અને આજે રૂ. ૧૨,૦૦,૦૦૦/- ને આંબી જવાની તૈયારીમાં છે. બધીજ રકમ ફિક્સમાં છે. બંધારણ મુજબ ફક્ત રકમની વ્યાજનો જ ઉપયોગ કરવાનો છે. આજ સુધી આ પ્રમાણે જ વહીવટ ચાલે છે. 

ગયા વર્ષે લંડન નિવાસી શ્રી કૌશિકભાઈ વ્યાસ અને ભારતીબેન વ્યાસે રૂ.૧,૦૦,૦૦૦/- સહાય પેટે આપ્યા.

ચાલુ વર્ષે શિક્ષણ નો અંક તૈયાર કરવાનો વિચાર કારોબારી સમક્ષ મુક્યો, સૌએ મંજુર કર્યો અને મહા સુદ પૂનમને તા. ૦૬-૦૨-૨૦૦૪ ના રોજ આજે એક અંક તમારા હાથમાં મુકતા આનંદ અનુભવું છું.

આ યોજનાનો નાનો છોડ વટવૃક્ષ બની જવાની તૈયારી કરે છે. આ કામ મંડળના બે-પાંચ કાર્યકરોથી પૂર્ણ ન જ થાય . તમારા અને અમારા સહિયારા પ્રયાસથી કામ પૂર્ણ થશેજ. પરદેશના આપણા બંધુઓ ઘણી સહાય કરે છે. હું તેમનો આભારી છું. દેશમાં વસતા સાધન-સંપન્ન વ્યક્તિઓ આગળ આવશે અને દાનનો પ્રવાહ ચાલુ રાખશે.

માં ગૌરી (નવદુર્ગા) આપ સહુનું કલ્યાણ કરે તેવી અભ્યર્થના...
- આપનો મંત્રી શ્રી જયેન્દ્રભાઈ ભીખાલાલ વ્યાસ.


- તા. ૦૬.૦૨.૨૦૦૪ ના રોજ પ્રસિદ્ધ કરેલ "પૌલાત્સ્ય શિક્ષણ સહાય યોજના ના દશાબ્દી અંક" માંથી લીધેલો આ લેખ છે. જેનાસંકલનકર્તા   શ્રી જયેન્દ્રભાઈ બી. વ્યાસ, અમદાવાદ  છે.
'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના - 2020
'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના' કારોબારી મંડળ 01-04-2018 થી 31-03-2021 સુધી

________________________________________________________________________________________________________