Sunday, April 14, 2013

શ્રી નવદુર્ગામાની આરતી



શ્રી નવદુર્ગા માતકી જય!

ઓમ જયો જયો માં નવદુર્ગા (૨)
જય શક્તિ મહા શક્તિ, જય નવદુર્ગા માડી (૨)
પૌલાત્સ્યોની માડી (૨) વિકસાવી વાડી 
ઓમ જયો જયો માં નવદુર્ગા

પ્રેમ કરીને પુજ્યા કુળદેવી મૈયા (૨)
યુગ યુગ રક્ષણ કીધાં (૨) જાણીને છૈયા
ઓમ જયો જયો માં નવદુર્ગા

પૂર્વ જ પુણ્ય પુરુષ સેવી નવદુર્ગા (૨)
વેલો તેનો આજે (૨) સેવે નવદુર્ગા 
ઓમ જયો જયો માં નવદુર્ગા

પાય પાડીને પ્રીતે, આશિષ સૌ માંગે (૨)
દયા કરીને મળજો (૨) ભાવ ભાવમાં માં અમને 
ઓમ જયો જયો માં નવદુર્ગા

બાર-બાવીસની સાલે કનીજ માં વસતાં (૨)
વીરમગમે વિચર્યા (૨) વિફર્યા કે હસતાં
ઓમ જયો જયો માં નવદુર્ગા

વીસ અઠ્ઠાવીસ સાલે મહા પૂનમ ટાણે (૨)
કરી પ્રતિષ્ઠા કનીજે (૨) પૌલાત્સ્યો માણે
ઓમ જયો જયો માં નવદુર્ગા

ગૌરી-ગંગા-ગાઉં, તું શિવની શક્તિ (૨)
પરંપરા માં દે જો (૨) ભાવ ભરી ભક્તિ 
ઓમ જયો જયો માં નવદુર્ગા

ગીતા-માં-ગાયત્રી, ગુણીયલ ગુણ દાતા (૨)
અંબે આશાપુરી (૨) આપો સુખ શાતા 
ઓમ જયો જયો માં નવદુર્ગા

નવદુર્ગામાની આરતી, જે કોઈ ગાશે (૨)
માં કૈલાશે જઇ વસશે (૨) જન્મ મરણ ટળશે
ઓમ જયો જયો માં નવદુર્ગા

કર્તા લેખક : સ્વ. શાંતિલાલ બી. વ્યાસ 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 પ્રમુખ શ્રી ના આદેશથી,સંકલન : જયેન્દ્ર બી. વ્યાસ (અમદાવાદ)  અને હિતેશ વ્યાસ (વડોદરા)