Sunday, April 14, 2013

શ્રી નવદુર્ગામાની આરતી



શ્રી નવદુર્ગા માતકી જય!

ઓમ જયો જયો માં નવદુર્ગા (૨)
જય શક્તિ મહા શક્તિ, જય નવદુર્ગા માડી (૨)
પૌલાત્સ્યોની માડી (૨) વિકસાવી વાડી 
ઓમ જયો જયો માં નવદુર્ગા

પ્રેમ કરીને પુજ્યા કુળદેવી મૈયા (૨)
યુગ યુગ રક્ષણ કીધાં (૨) જાણીને છૈયા
ઓમ જયો જયો માં નવદુર્ગા

પૂર્વ જ પુણ્ય પુરુષ સેવી નવદુર્ગા (૨)
વેલો તેનો આજે (૨) સેવે નવદુર્ગા 
ઓમ જયો જયો માં નવદુર્ગા

પાય પાડીને પ્રીતે, આશિષ સૌ માંગે (૨)
દયા કરીને મળજો (૨) ભાવ ભાવમાં માં અમને 
ઓમ જયો જયો માં નવદુર્ગા

બાર-બાવીસની સાલે કનીજ માં વસતાં (૨)
વીરમગમે વિચર્યા (૨) વિફર્યા કે હસતાં
ઓમ જયો જયો માં નવદુર્ગા

વીસ અઠ્ઠાવીસ સાલે મહા પૂનમ ટાણે (૨)
કરી પ્રતિષ્ઠા કનીજે (૨) પૌલાત્સ્યો માણે
ઓમ જયો જયો માં નવદુર્ગા

ગૌરી-ગંગા-ગાઉં, તું શિવની શક્તિ (૨)
પરંપરા માં દે જો (૨) ભાવ ભરી ભક્તિ 
ઓમ જયો જયો માં નવદુર્ગા

ગીતા-માં-ગાયત્રી, ગુણીયલ ગુણ દાતા (૨)
અંબે આશાપુરી (૨) આપો સુખ શાતા 
ઓમ જયો જયો માં નવદુર્ગા

નવદુર્ગામાની આરતી, જે કોઈ ગાશે (૨)
માં કૈલાશે જઇ વસશે (૨) જન્મ મરણ ટળશે
ઓમ જયો જયો માં નવદુર્ગા

કર્તા લેખક : સ્વ. શાંતિલાલ બી. વ્યાસ 

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 પ્રમુખ શ્રી ના આદેશથી,સંકલન : જયેન્દ્ર બી. વ્યાસ (અમદાવાદ)  અને હિતેશ વ્યાસ (વડોદરા)

૨૦૧3 માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો ની યાદી


  1. મહાસુદ ૧૫ ને સોમવાર તા. ૨૫-૦૨-૨૦૧૩ (પાટોત્સવ) - નવચંડી યજ્ઞ
  2. ચૈત્ર સુદ ૮ ને ગુરુ વાર  તા.  ૧૮ -૦૪ -૨૦૧૩ - હવન
  3. જેઠ સુદ ૧૫ ને રવિવાર તા. ૨૩-૦૬-૨૦૧૩ (પ્રાગટોત્સવ) - નવચંડી યજ્ઞ
  4. આસો સુદ ૮ ને શનિવાર  તા. ૧૨-૧૦-૨૦૧૩ - હવન
  5. આસો વદ અમાસને રવિવાર તા. ૦૩-૧૧-૨૦૧૩ - અન્નકૂટ
-------------------------------------------------------------------------------------------------------
          સંવત 2070 મહા સુદ ૧૫, શુક્રવાર તા. ૧૪-૦૨-૨૦૧૪ ના રોજ પાટોત્સવ ઉજવાશે. નવચંડી યજ્ઞ કરવામાં આવશે.
નોંધ: યજમાન તરીકે નામ તા. ૨૫-૧૨-૨૦૧૩ સુધીમાં અમદાવાદ કાર્યાલય પર પત્ર દ્વારા નોંધાવવા વિનંતી. મુખ્ય યજમાન પૌલત્સ્ય પરિવાર સિવાય બેસી શકશે નહિ. યજમાન વેહલા તે પહેલા ના ધોરણે નોંધવાના રહેશે.
-------------------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ: (મીટીંગ બાબતે)
ઉપર ના તમામ ૧ થી ૪ નંબરના પ્રસંગોમાં મંડળની મીટીંગ મળે છે. ઉપરાંત તા. ૨૫ ડીસેમ્બર, નાતાલના દિવસે નવદુર્ગા મંડળની કારોબારી તથા પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાની કારોબારી તેમજ જનરલ સભા કનીજ માં મળે છે. સવારે ૧૦-૩૦ થી ૧૨-૩૦ આ પ્રસંગોમાં હોદ્દેદારો તેમજ કારોબારીના સભ્યોએ કોઈપણ પ્રકારના બહાના વિના અચૂક હાજર રહેવું. મંડળના ઠરાવ અનુસાર વર્ષ દરમ્યાન તમામ મીટીંગોમાં હાજરી નહિ હોય તો બીજા વર્ષે નામ કમી થશે તેની નોંધ લેવી.

------------------------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ: (દાન અને ચેક બાબતે)
  1. જો આપને મંદિરે દાન આપવું હોય તો ચેક ક્રોસ કરી "ઔ. ટો. સ. પૌ. નવદુર્ગા મંડળ" અથવા અંગ્રેજીમાં "A.T.S.P. Navdurga Mandal" ના નામે લાખો.
  2. જો આપને શિક્ષણ સહાયમાં દાન આપવું હોય ટો ક્રોસ ચેક "શ્રી જી. એમ. એન્ડ જશુમતી વ્યાસ પૌ. શિ. સહાય યોજના" અથવા અંગ્રેજીમાં "Shri G. M. and Jasumati Vyas Paulatsya Shikshan Sahay Yojna" ના નામે લાખો.
  3. નવદુર્ગા મંડળ માં આજીવન સભ્ય ફી રૂ. ૧૫૧/- છે.
  4. શિક્ષણ સહાય યોજનામાં આજીવન સભ્ય ફી રૂ.૫૦૧/- છે.
વધુ માહિતી માટે અમદાવાદ અથવા વડોદરા કાર્યાલય સંપર્ક કરવો.
--