Saturday, May 7, 2016

નવદુર્ગા મંડળના પ્રમુખશ્રી /મંત્રીશ્રીનું નિવેદન - 2016

નવદુર્ગા મંડળના પ્રમુખશ્રી /મંત્રીશ્રીનું નિવેદન 

પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવારના સભ્યો ,

2072નું નુતનવર્ષ અને 2016નું નવું  સૌને લાભપ્રદ, આરોગ્યપ્રદ અને ધનધાન્યથી ભર્યું   તેવી માં દુર્ગાને પ્રાર્થના  .

તા. 22-02-2016ના મહા સુદ 15ને સોમવારે માં દુર્ગાનો 44મો પાટોત્સવ કનીજ મંદિરે ઉજવવામાં આવશે  . આ મંગલ દિવસે આપ સહુને આમંત્રણ આપી આવકારતાં હું તથા સૌ મંડળના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ  .

અત્યાર સુધીમાં મંદિર ખાતે ઘણું કામ કરવા છતાં વિકાસ અટકતો નથી  . આપણે 'વ્યાસ' એટલે 'વિકાસ' . હંમેશા નવી વિચારસરણી લઈને આગળ ધપવું તે જ આપણું કામ છે  . એટલે આ વર્ષે :

  1. જે બે નવા મકાન ખરીદ કરેલ છે ત્યાં પથ્થર લગાવવાનું કામ ચાલુ છે  . તે માટે શ્રી નવનીત ભાઈ વ્યાસે તેમના માતા-પિતા ના સ્મરણાર્થે રુ.51,000.00 દાનમાં આપેલ છે.
  2. મંદિરમાં વાડી બનાવી છે તેમાં શેડ લગાવવાનું કામ શરુ કરેલ છે.જેનો ખર્ચ રૂ.5.00 લાખ છે. દાન આવકાર્ય છે. રૂ.5,000.00 કે તેથી વધારે આપનારનું નામ આવતા અંકમાં નોંધમાં લેવામાં આવશે  .
  3. મંદિરના આગળના પ્રવેશદ્વાર નું કામ ચાલુ છે. તેમાં પણ દાન આવશ્યક છે. દાનની નોંધ અંકમાં લેવામાં આવશે  . નં. 2 અને 3 માટેનું ખર્ચ રૂ.8.00 લાખ જેવું છે. તો રૂ.21,000.00 કે તેથી વધારે દાન આપનારનું નામ કેવી રીતે નોંધવું તે મંડળ તથા સામાન્યસભા નક્કી કરે તે સ્વીકાર્ય છે.
  4. મંદિરના સમગ્ર પરિસરમાં કલર કામ ચાલુ કરેલ છે તેનો પણ ખર્ચ સૌની ઉપર છે. દુર્ગમાં એ સૌ પૌલત્સ્ય પરિવારજનોને સુખી અને સાધન-સંપન્ન બનાવ્યા છે તો મંડળને મદદ કરવામાં પાછી પાની નહિ કરો તેવી અમોને આશા છે. ઉપરોક્ત તમામ કામના ખર્ચને તા.25મી ડીસેમ્બરની કારોબારીએ મંજુરી આપેલ છે.
'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના' ના પ્રમુખ તરીકે મારે જણાવવું જોઈએ કે રૂ.200,000.00 સુધી આવકવાળા પરિવારજનોના બાળકોને રોકડ આર્થિક સહાય આપવાનું ચાલુ વર્ષે નક્કી કરેલ છે. નોટબુકોનું વિતરણ તમામ કેન્દ્રો ઉપર મંડળ દ્વારા વ્યવસ્થિત રીતે થાય છે. તમામ કેન્દ્ર સંચાલકો નો હું આભાર માનું છું.

નોંધ: 2012 પછી જેમણે મકાન ફંડ માં દાન આપેલ છે તેમની તક્તીઓનું કામ ચાલુ છે. ચાલુ ફેબ્રુઆરી માસમાં કામ પૂર્ણ થાય તેવી મને આશા છે.

અમો આપના સૌનો આભારી છીએ....

જયેન્દ્રભાઈ બી.વ્યાસ                       દેવાંગ આઈ.વ્યાસ                 વિજયભાઈ કે.વ્યાસ 
કાર્યકારી પ્રમુખશ્રી, અમદાવાદ               મંત્રી શ્રી, અમદાવાદ                 મંત્રી શ્રી, વડોદરા 

તથા ટ્રસ્ટી મંડળ 



કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો ની યાદી -2016


અગત્ય ની સુચના -2016




રેલ્વે અને એસ.ટી. બસ નું સમય પત્રક - 2016


ચિરવિદાય -2015


'પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના' કારોબારી મંડળ 01-04-2015 થી 31-03-2018 સુધી






પ્રવર્તમાન કારોબારી મંડળ 01-04-2015 થી 31-03-2018 સુધી