Sunday, February 17, 2019

નવદુર્ગા મંડળ અને શિક્ષણ સહાય યોજનાના પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન - 2019

પ્રમુખશ્રી / મંત્રીશ્રી નું નિવેદન

પ્રિય જ્ઞાતિજનો , પૌલત્સ્ય પરિવાર ના સભ્યો ,

વિક્રમ સંવત 2075 અને ઈ  . સ  . 2019 નું નવું વર્ષ આપ સૌને લાભપ્રદ, આરોગ્યમય અને ધનધાન્ય થી ભર્યું બને તેવી 'માં દુર્ગા ને ' પ્રાર્થના  . 

તા  . 19-02-2019 ના મહા સુદ 15ને મંગળવારે મા દુર્ગા નો 47મોં પાટોત્સવ કનીજ ખાતે ઉજવવામાં આવશે  . નવચંડી યજ્ઞનો આરંભ સવારે 09-30 થી થશે  . શ્રીફળ સાંજે 05-00 હોમાશે  . આ મંગળ દિવસે આપ સૌને આવકારતા હું તથા સૌ મંડળના સભ્યો સહીત આનંદ અનુભવીએ છીએ  . 

પૌલત્સ્ય પરિવારજનોએ મંડળ ને આર્થિક સંકડામણ ક્યારેય અનુભવવા દીધી નથી  . મંદિર ખાતેની એફ  . ડી  .ની રકમ માં કોઈ કાપ મુક્યો નથી  . તમારા બધાનો સહકાર અને મા દુર્ગાના આશિષથી આરંભેલું બધું જ કામ પૂર્ણ થાય છે  . 

માના ધામમાં સ્ટીલની માંડવી,રાજા ખુરશી નંગ-2 તથા લગ્ન માટેની સ્ટીલની ચોરી અને યજ્ઞકુંડ પણ દાનમાં મળેલ છે  . 'પૌલત્સ્ય શિક્ષણ સહાય ' યોજનાનું કામકાજ પણ વ્યવસ્થિત રીતે ચાલે છે  . ચોપડાનું વિતરણ તથા રૂપિયા બે લાખ પચાસ હજાર સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને આર્થિક સહાય પણ દર વર્ષે આપવામાં આવે છે  . આ પ્રવૃત્તિનો વ્યાપ વધતો જાય છે  . તેથી આર્થિક મદદ કરતા રહેશો તેવી અમારી ઈચ્છા છે  . શિક્ષણ માટે દાન શ્રેષ્ઠદાન છે  . ચોપડા બનાવવાના ખર્ચમાં વધારો થતો જાય છે  . 

"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે  . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય ચાલે છે  . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણેના ચોપડાના વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે  . આજ સુધી ક્યાંયથી ફરિયાદ મળી નથી  . સૌ હોદ્દેદારો,કારોબારી સભ્યો, ટ્રસ્ટીમંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકારથી કામ કરે છે  . 

આપણા પૌલત્સ્ય , પરિવારજનો તથા પરદેશથી દર વર્ષે રકમ ભેટ રૂપે મળે છે  . અમારી નમ્ર વિનંતી છે કે જે પરિવાજનો એ મંડળ તરફ થી સહાય મેળવી છે અથવા નોટબુક પ્રાપ્ત કરી છે અને ભણી-ગણી તૈયાર થઇ નોકરી/ધંધો કરતા થઇ ગયા છે  . તેઓ આ મંડળના સભ્ય બને અને રોકડ આર્થિક સહાય કરે  . 

2019માં વિદ્યાર્થીઓને રોકડ આર્થિક સહાય તેમજ ચોપડા મળશે  . મંડળ ફક્ત ચોપડા બનાવી વિતરણ કરે છે  . ચોપડા વિતરણ કેન્દ્રો પરથી જૂનના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 1 થી 4 સુધી 20 નંગ અને ધોરણ 5 પછી 30 નંગ ચોપડા મળશે  . 

પરિવારજનોની દરેક કમાનાર વ્યક્તિ આવકમાંથી ફક્ત રુ  501.00 કે તેનાથી વધારે રકમ શિક્ષણ માં આપે તેવું મંડળ ઈચ્છે છે  . દાન આપનાર શિક્ષણનો આવજીવન સભ્ય બની જાય છે અને 80(જી) 5 મુજબ દાન કરમુક્ત પણ છે  . 

શિક્ષણ સહાયની કાયમી જનરલ સભા હવે પછીના તમામ વર્ષોમાં ડિસેમ્બરના ચોથા રવિવારે નવદુર્ગા મંદિરે મળશે  . પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના દરેક આજીવન સભ્યોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવે છે  . આ દિવસે નવદુર્ગા મંડળની કારોબારી સભા પણ મળશે  . સમય 10-00 થી 12-30 કલાકે  . ચાલુ વર્ષે મિટિંગ 22-12-2019 રવિવાર ના રોજ મળશે  . હવે પછી આ બાબતનો પત્ર મળશે નહિ  . 

આ મિટિંગમાં શિક્ષણના આજીવન સભ્યો કે દાતા જેમણે હાજર રહેવાનું હોય તેમણે 15 ડિસે। સુધીમાં પત્ર કે ફોનથી જાણ કરવી જરૂરી છે  . પરિવાર સહ પણ જાણ કરી હાજર રહી શકાય છે  . 

જે પરિવારજનોએ પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના અને નવદુર્ગા મંડળના સભ્ય/દાતા બની સહકાર આપ્યો છે તે સૌના અમો સૌ આભારી છીએ  . 

શ્રી જયેન્દ્રભાઈ બી  . વ્યાસ (પ્રમુખ)
કાર્યાલય, અમદાવાદ 

શ્રી વિજયભાઈ કે  . વ્યાસ  (મંત્રી) - વડોદરા 
શ્રી દેવાંગ આઈ  . વ્યાસ (મંત્રી) - અમદાવાદ 
શ્રી વિનયભાઈ એલ  . વ્યાસ (મંત્રી) શિક્ષણ - વડોદરા 
------------------------------------------------------------------------------------------------------------------------------
શ્રી સનતભાઇ બી  . વ્યાસ (બંને મંડળનું કાર્યાલય સ્થળ , વડોદરા વિભાગ ) 

--
Shri Audichya Tolak Samast Paulatsya Navdurga Mandal, Kanij

સને 2019માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો અને દાન ની વિગત

પ્રસંગો ની યાદી :

1) સંવત 2075 મહા સુદ 15 ને મંગળવાર તા  . 19-02-2019 (પાટોત્સવ) - નવચંડી યજ્ઞ સવારે 09-30 થી 05-00
2)  સંવત 2075 ચૈત્ર સુદ 8 ને શનિવાર તા  . 13-04-2019 - હવન સવારે 09-15 થી 12-30
3) સંવત 2075 જેઠ સુદ 15 ને સોમવાર તા  . 17-06-2019 (પ્રાગટોત્સવ) - નવચંડી યજ્ઞ સવારે 09-30 થી 05-00 (મુખ્ય યજમાન 31,000/- શ્રી ભરતકુમાર જયંતીલાલ વ્યાસ (વડોદરા)
4) સંવત 2075 આસો સુદ 8 ને રવિવાર તા  . 06-10-2019 -  હવન સવારે 09-15 થી 12-30 
5) સંવત 2075 આસો વદ અમાસને સોમવાર તા  .27-10-2019 - અન્નકૂટ સવારે 10-00 થી 12-00
6) 22 ડિસેમ્બર, 2019 ની નવદુર્ગા મંડળની કારોબારી તથા શિક્ષણની જનરલ મિટિંગ મળશે  . સવારે 10-00 થી 12-30  

---------------------------------------------------------------------------------------------------------------------------------
આગામી પ્રસંગ માટે જાહેરાત 

સંવત 2076 મહા સુદ 15 રવિવાર તા  .09-02-2020 ના રોજ પાટોત્સવ ઉજવાશે  . નવચંડી યજ્ઞ થાય છે  . 
નોંધઃ કારોબારીના ઠરાવ મુજબ મંદિરના ઉત્સવોમાં પૌલત્સ્ય પરિવારજનો સભ્ય જ મુખ્ય યજમાન તરીકે બેસી શકશે  . યજમાન પદે બેસવાની ઈચ્છા ધરાવતા કોઈપણ પરિવારજને અગાઉ કાર્યાલય ઉપર લેખિત જાણ કરવી  .સહયજમાનપદે અન્ય ગોત્રની વ્યક્તિ બેસી શકે છે  . 

---------------------------------------------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ : ચેક બાબતે 

1) જો આપને મંદિરે દાન આપવું હોય તો ક્રોસ ચેક કરી "ઔ  . ટો  . સ  . પૌ  . નવદુર્ગા મંડળ " અથવા અંગ્રેજીમાં "A . T . S . P . Navdurga Mandal " ના નામે લખો  . આજીવન સભ્ય ફી રુ  .500/- છે  . દેના બેન્ક, મણિનગર (વેસ્ટ) Account Number : 006810003452

2) જો શિક્ષણ સહાયમાં દાન આપવું હોય તો ક્રોસ ચેક "શ્રી જી  . એમ  . એન્ડ જશુમતી વ્યાસ પૌ  . શી  . સહાય યોજના " અથવા અંગ્રેજીમાં "Shri G . M . and Jashumati Vyas Paulatsya Shikshan Sahay Yojna " ના નામે લખો  . આજીવન સભ્ય ફી રુ  .501/- છે  . દેના બેંક , મણિનગર (વેસ્ટ) Account Number : 006810024194 

-------------------------------------------------------------------------------------------------------------------------------------
પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના 
(રજી  . નં  . ઈ /8846, અમદવાદ - સ્થાપના 1992)
(સંસ્થાને આપેલ દાન 80G (5) હેઠળ ઈન્ક્મટેક્સ થી મુક્ત છે  .)
પાન : A A A T G 7770 M 

--
Shri Audichya Tolak Samast Paulatsya Navdurga Mandal, Kanij

ઔદીચ્ય ટોળક સમસ્ત પૌલત્સ્ય નવદુર્ગા મંડળ, કનીજ - કારોબારી - 2019




પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના - 2019





ચીર વિદાય 2017-18



રેલવે નું ટાઈમ ટેબલ - 2019