Thursday, April 3, 2014

સને 2014માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો



સને 2014માં કનીજ મંદિરે ઉજવવાના પ્રસંગો
  • સંવત 2070 મહા સુદ 15 ને શુક્રવાર તા: 14-02-2014 - પાટોત્સવ - નવચંડી યજ્ઞ
  • સંવત 2070 ચૈત્ર સુદ 8 ને સોમવાર  તા: 07-04-2014 - હવન 
  • સંવત 2070 જેઠ સુદ 15 ને શુક્રવાર તા: 13-06-2014 - પ્રગટોત્સવ - નવચંડી યજ્ઞ
  • સંવત 2070 આસો સુદ 8 ને ગુરુવાર તા: 02-10-2014 - હવન
  • સવંત 2070 આસો વદ અમાસ ને ગુરુવાર તા: 23-10-2014 - અન્નકૂટ
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
: આગામી પ્રસંગ માટે જાહેરાત :
સંવત 2071 મહા સુદ 15 ને મંગળવાર તા: 03-02-2015 ના રોજ પાટોત્સવ ઉજવાશે, નવચંડી યજ્ઞ કરવામાં આવશે  .

નોંધ: યજમાન તરીકે ના નામ તા: 25-12-2014 સુધીમાં અમદાવાદ કાર્યાલય પર પત્ર દ્વારા નોંધાવવા વિનંતી  . મુખ્ય યજમાન પડે પૌલત્સ્ય પરિવાર સિવાય બેસી શકશે નહિ  . યજમાન વહેલા તે પહેલા ના ધોરણે નોંધવાના રહેશે  . 

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
===========================================================================================

પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના - પ્રમુખ/ઉપપ્રમુખ અને મંત્રીશ્રી નું નિવેદન - 2014

પૌલત્સ્ય પરિવારજનો,
સૌને અમારા નુતન વર્ષાભિનંદન  ...


"પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના " પૌલત્સ્ય પરિવારજનો માટેનું એક આગવું અને વિશિષ્ટ સોપાન છે  . અમદાવાદ અને વડોદરા ખાતે કાર્યાલય  છે  . બંને કાર્યાલય તથા અગાઉ જણાવ્યા પ્રમાણેના નોટબૂક વિતરણ કેન્દ્રો ઉપરનું કામકાજ સંતોષકારક ચાલે છે  . આજ સુધી ક્યાય ફરિયાદ મળી નથી  . સૌ હોદ્દેદારો, કારોબારી સભ્યો , ટ્રસ્ટી મંડળ સક્રિય રીતે અને ખુબ જ સહકાર થી  છે  .

આપના જ્ઞાતિજનો,પરિવારજનો તથા પરદેશથી દર વર્ષે રકમ ભેટ રૂપે મળે છે  . અમારી નમ્ર વિનંતી છે કે જે પરિવારજનો એ મંડળ તરફથી સહાય મેળવી છે અથવા પ્રાપ્ત કરી છે અને ભણી ગણી તૈયાર થઇ નોકરી કરતા થઇ ગયા છે  . તેઓ ફક્ત આ મંડળ ના સભ્ય બને અને સહાય કરે  .

છેલ્લા બે વર્ષથી પૌલત્સ્ય પરિવાર જનોના બાળકોને અઢી ડઝન પ્રમાણે નોટ અથવા ચોપડા વિદ્યાર્થી દીઠ મળે છે  . તેમજ જે પરિવાર ની વાર્ષિક આવક રૂ.150,000/- સુધી હોય તેમને રોકડ આર્થિક સહાય મળે છે  . ચાલુ વર્ષે 2013માં લગભગ 135 વિદ્યાર્થીઓને રોકડ આર્થિક સહાય તેમજ 415 જેટલા વિદ્યાર્થીઓને નોટબૂક - ચોપડા મળ્યા છે  . ચાલુ વર્ષે સુધારો થતાં ચોપડા આપવાનું ઠરાવવામાં આવ્યું છે  .

ઉપરાંત પર્વાર્જનોની દરેક કમાનાર વ્યક્તિ આવકમાંથી ફક્ત રૂ.501/- શિક્ષણ માં આપે તેવું મંડળ ઈચ્છે છે  . દાન આપનાર શિક્ષણ નો આજીવન સભ્ય બની જાય છે અને 80(જી)/5 મુજબ દાન કરમુક્ત પણ છે  .

આ મંડળની કાયમી જનરલ સભા તા: 25 ડીસેમ્બર, નાતાલ ના દિવસે દર વર્ષે નવદુર્ગા મંદિરે હોય છે  . પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના દરેક આજીવન સભ્યોને પોસ્ટ દ્વારા હિસાબો તથા હાજર રહેવા આમંત્રણ પાઠવવા માં આવે છે  . આ દિવસે નવદુર્ગા મંડળની કારોબારી સભા પણ હોય છે  .

આ મીટીંગમાં હાજર રહેવાનું હોય તેમણે 20 ડિસેમ્બર સુધીમાં પત્ર કે ફોન થી જાણ કરવી જરૂરી છે  .
જે પરિવારજનોએ પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજનાના સભ્ય/દાતા બની સહકાર આપ્યો છે તે સૌના અમો સૌ આભારી છીએ  .

શ્રી નવીનચંદ્ર બી. વ્યાસ (ટ્રસ્ટી )                                શ્રી અશ્વિનભાઈ કે. વ્યાસ (પ્રમુખ)
શ્રી જયેન્દ્રભાઈ બી. વ્યાસ (મંત્રી) - અમદાવાદ               શ્રી નવનીતભાઈ એચ. વ્યાસ (ઉપપ્રમુખ)
શ્રી વિનયભાઈ એલ. વ્યાસ (મંત્રી) - વડોદરા                 શ્રી સનતભાઈ બી. વ્યાસ (કાર્યાલય, વડોદરા)

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
નોટબુકના વિતરણ કેન્દ્રો :
  • અમદાવાદ - શ્રી જયેન્દ્રભાઈ બી. વ્યાસ, મણીનગર, અમદાવાદ - 380 008. ફોન: 079 -  2546 9001
  • અમદાવાદ - શ્રી મલય મધુકાંતભાઈ વ્યાસ , ઈ -1, આયોજનનગર , શ્રેયસ ક્રોસિંગ પાસે, અમદાવાદ - 380 007. ફોન : 079 - 2661 3163
  • મહેમદાવાદ - શ્રી જયેશભાઈ આર વ્યાસ, 4, સરદારનગર સોસાયટી , રેલ્વે સ્ટેશન પાસે, મહેમદાવાદ - 387 130. ફોન: 02694 - 244 986, મો: 94286 47105
  • નડિયાદ - શ્રી દિલીપભાઈ ઇન્દ્રવદન વ્યાસ , એ - 1, શિવશક્તિ સોસાયટી , ગીતાંજલિ સોસાયટી પાછળ , પીજ રોડ, નડિયાદ ફોન: 0268 - 255 6535
  • વડોદરા - શ્રી સનતભાઈ બી વ્યાસ , 33, મેઘદૂત સોસાયટી,કારેલીબાગ , વડોદરા - 390 018, ફોન: 0265- 246 6039
  • હાલોલ- શ્રી હિતેશ પ્રેમશંકર વ્યાસ, 43, રત્નદીપ સોસાયટી , ફૂલભાઈ પાર્ક પાસે, હાલોલ - 390 012 . મો: 99098 73455
  • ગોધરા- શ્રી કનુભાઈ દશરથલાલ વ્યાસ , 87-એ , મહાવીરનગર , બોમરોલી રોડ, ગોધરા-389 001 ફોન: 02672 - 247 487 મો: 94281 42829