Sunday, June 3, 2012

પૌલત્સ્યો જાગો - કાવ્ય

પૌલત્સ્યો જાગો(ઘર ઘરના રાયા)


અરુણ આભે આવ્યો જાગો,
વનચર જાગ્યા જાગો જાગો,
ખેચર જાગ્યા જાગો જાગો,
પૌલત્સ્યો તમે જાગો: ૧

ઊંઘ ઉડાડી ઉભા થાઓ,
આળસ મરડી ઉભા થાઓ,
નવા ઉમંગે ઉભા થાઓ, 
પૌલત્સ્યો તમે ઉભા થાઓ: ૨

હવા નવેલી વહેતી થઇ છે,
અંધારું લઇ રાત ગયી છે,
શક્તિ-સ્ફૂર્તિ રેલી રહી છે,
પૌલત્સ્યોની શક્તિ જાગો: ૩

ગઈ ગુજરી ભૂલી જઈએ,
નવીન ભાથું સાથે લઈને,
ચાલો સાથે હાથ ગ્રહીને,
પૌલત્સ્યો હાથ મિલાવી જાગો: ૪

મંગલ -મૂર્તિ હૈયે ધરજો,
ભાવ-ભક્તિને હૈયે ધરજો,
દવલા દુખડાને પર હરજો,
પૌલત્સ્યો સુખ કાજે જાગો: ૫

આવ્યો અવસર ફરી ના મળશે,
શ્રમ સાધો તો કીર્તિ વરસે,
સોના માહે સુગંધ ભળશે,
પૌલત્સ્યોની ફોરમ ફેલાયે: ૬

સુગંધ વહેશે મીઠી કાયા,
નવદુર્ગાની નવલી માયા,
થાશો ઘર ઘરના સૌ રાયા,
પૌલત્સ્યો તમે જાગો: ૭



- સ્વ. શાંતિલાલ બા. વ્યાસ