Sunday, June 3, 2012

પૌલત્સ્યો જાગો - કાવ્ય

પૌલત્સ્યો જાગો(ઘર ઘરના રાયા)


અરુણ આભે આવ્યો જાગો,
વનચર જાગ્યા જાગો જાગો,
ખેચર જાગ્યા જાગો જાગો,
પૌલત્સ્યો તમે જાગો: ૧

ઊંઘ ઉડાડી ઉભા થાઓ,
આળસ મરડી ઉભા થાઓ,
નવા ઉમંગે ઉભા થાઓ, 
પૌલત્સ્યો તમે ઉભા થાઓ: ૨

હવા નવેલી વહેતી થઇ છે,
અંધારું લઇ રાત ગયી છે,
શક્તિ-સ્ફૂર્તિ રેલી રહી છે,
પૌલત્સ્યોની શક્તિ જાગો: ૩

ગઈ ગુજરી ભૂલી જઈએ,
નવીન ભાથું સાથે લઈને,
ચાલો સાથે હાથ ગ્રહીને,
પૌલત્સ્યો હાથ મિલાવી જાગો: ૪

મંગલ -મૂર્તિ હૈયે ધરજો,
ભાવ-ભક્તિને હૈયે ધરજો,
દવલા દુખડાને પર હરજો,
પૌલત્સ્યો સુખ કાજે જાગો: ૫

આવ્યો અવસર ફરી ના મળશે,
શ્રમ સાધો તો કીર્તિ વરસે,
સોના માહે સુગંધ ભળશે,
પૌલત્સ્યોની ફોરમ ફેલાયે: ૬

સુગંધ વહેશે મીઠી કાયા,
નવદુર્ગાની નવલી માયા,
થાશો ઘર ઘરના સૌ રાયા,
પૌલત્સ્યો તમે જાગો: ૭



- સ્વ. શાંતિલાલ બા. વ્યાસ

              

આવકાર

વ્હાલા જ્ઞાતિબંધુ,

આપણી "શ્રી નવદુર્ગા માં"ની સ્થાપના હવે ઈન્ટરનેટ પર પણ થયી ગઈ છે. માતાજી ના દર્શન અને આશીર્વાદ આપણને સદાય મળતા રહે તથા એક બીજાની વધુ નિકટ રહી શકીએ તે હેતુથી અહીં પ્રસ્તુત છે. 

આશા કરીએ કે આવનારા સમયમાં આ માધ્યમનો વધુ સારો ઉપયોગ કરીને આપણાં સમાજને વધુ મજબૂત બનાવીએ. 

આપનો સુઝાવ કે માહિતી મોકલવા માટે : ક્લીક કરો અથવા અમને ઈ મેઈલ કરો : atspnavdurgama@gmail.com